હોકીઃ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતને હરાવી ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન ટ્રોફીમાં ચેમ્પિયન
Live TV
-
પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો 3-1થી પરાજય થયો હતો.
હોકીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને પંદરમી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ગઈકાલે રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ પેનલ્ટી શૂટ આઉટમાં આ મુકાબલો 3-1થી જીતી લીધો હતો. પહેલા ક્વાર્ટરમાં બંનેમાંથી એક પણ ટીમથી ગોલ થઈ શક્યો ન હતો. જ્યારે બીજા ક્વાર્ટરમાં 24મી મિનિટે ઓસ્ટ્રેલિયાને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પેનલ્ટી કોર્નરનો લાભ ઉઠાવી ઓસ્ટ્રેલિયન ટીમે ગોલ કર્યો હતો.