પેનલ્ટી શૂટઆઉટમાં રૂસ સામે હારીને સ્પેન ફીફા વિશ્વકપમાંથી બહાર
Live TV
-
ફીફા વિશ્વકપના અંતિમ-16 રાઉન્ડમાં રૂસે સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
લુજિન્કી સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ મેચમાં 2010ની ચેમ્પિયન સ્પેનનો સામનો યજમાન રૂસ સાથે હતો. મેચની 10મી મિનિટે યૂરી ઝિરકોવનું ફાઉલ થયું અને સ્પેનને ફ્રી કિક મળી. સ્પેને 12મી મિનિટે લીડ મેળવી. જ્યારે ઇગ્નાસેવિચે ઓન ગોલ કર્યો. પહેલા લાગ્યું કે ગોલ સર્જિયો રામોસના પગ સાથે લાગી ને થયો છએ પરંતુ રીપ્લેમાં નક્કી થયું કે આ વિશ્વકપનો 10મો ઓન ગોલ છે.
રૂસના જિરાર્ડ પિકેને ફાઉલ પર પેનલ્ટી મળી. જો અર્ટયોમ ડજ્યુબાએ કોઈપણ ભૂલ કર્યા વગર ગોલ કર્યો. રૂસે સ્કોર 1-1થી બરોબર કરી લીધો. આ ગોલ 42મી મિનિટે થયો. આ રીતે પ્રથમ હાફ બરોબરી પર સમાપ્ત થયો. બીજા હાફમાં કોઈ ગોલ ન થયો અને મેચ વધારાના સમયમાં ગયો. અહીં પણ ગોલ ન થતા મેચનો નિર્ણય પેનલ્ટી શૂટઆઉટ દ્વારા થયો હતો.