દુબઈ કબડ્ડી માસ્ટર્સમાં ભારતે ઈરાનને 44-26થી હરાવ્યું
Live TV
-
ભારતે બીજી સેમી ફાઈનલ મેચમાં દક્ષિણ કોરિયાને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.
દુબઈમાં રમાયેલ કબડ્ડી માસ્ટર્સ દુબઈ 2018ના ફાઈનલમાં ભારતી ખેલાડીઓએ પોતાના કૌશલ્ય અને શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું છે. ઈરાનને હરાવી ભારતે ટૂર્નામેન્ટની ફાઈનલમા જીત મેળવી લીધી છે.
ટૂર્નામેન્ટના ફાઈનલ રાઉન્ડમાં ભારતે ઈરાનને 44-26થી હાર આપી છે. ભારત ટૂર્નામેન્ટમાં વિજયી રહ્યું છે. ભારતને આ ટૂર્નામેન્ટમાં પહેલેથી જ પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું હતું. ભારત અને ઈરાનની ટીમે ગ્રુપ સ્ટેજમાં એકપણ મેચ ગુમાવી ન હતી.
જો કે ઈરાનની ટીમ ફાઈનલમાં ભારતની ટીમ આગળ પહેલેથી દબાણમાં હોય તેવું જોવાઈ રહ્યું હતું. ભારતે આગળ વધી પહેલા જે સ્કોર બનાવ્યો તેને છેક સુધી સાચવવામાં ભારત સક્ષમ રહ્યું. ભારતે બીજી સેમી ફાઈનલ મેચમાં દક્ષિણ કોરિયાને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.