ફીફા વર્લ્ડ કપઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની ટૂર્નામેન્ટમાંથી આઉટ
Live TV
-
સાઉથ કોરિયા સામે જર્મનીનો 2-0થી પરાજય થયો હતો.
વર્લ્ડ ચેમ્પિયન જર્મનીનો સાઉથ કોરિયા સામેની મેચમાં પરાજય થતાં વર્લ્ડ કપના અભિયાનનો નિરાશાજનક અંત આવ્યો હતો. જર્મનીની ટીમ ૧૯૩૮ બાદ પ્રથમ વાર વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ હતી. મેચની ૯૦ મિનિટ સુધી બંને ટીમો એકેય ગોલ કરી શકી નહોતી. તે પછી અપાયેલા ઇન્જુરી સમયમાં હતાશ જર્મનીની ટીમ પર સાઉથ કોરિયાએ આક્રમણ કરી ૨-૦થી પરાજય આપ્યો હતો. સાઉથ કોરિયા તરફથી કિમ યંગ વોન અને સોંગ હિઆંગ મિને ગોલ નોંધાવ્યા હતા. જર્મનીને નોકઆઉટ સ્ટેજમાં પહોંચવા માટે કોરિયા સામે જીત મેળવવા ઉપરાંત મેક્સિકો સામેની મેચમાં સ્વિડનનો પરાજય થાય તે જરૂરી હતું પરંતુ બંને પરિણામ જર્મનીની વિરુદ્ધ આવતાં ટીમ બહાર થઈ ગઈ હતી.