ફીફા 2018ઃ ક્રોએશિયાએ આર્જેન્ટિનાને હરાવ્યું, ડેન્માર્ક-ઓસ્ટ્રેલિયાની મેચ ડ્રો
Live TV
-
ફૂટબોલ વર્લ્ડ કપની ગુરુવારે રમાયેલી મેચમાં ક્રોએશિયાએ આર્જેન્ટિનાને 3-0થી હાર આપી હતી. જ્યારે ફ્રાન્સે પેરુને 1-0થી પરાજય આપ્યો હતો. ડેન્માર્ક અને ઓસ્ટ્રેલિયાની મેચ ડ્રો
ગુરુવારે રમાયેલી ગ્રુપ ડીની મેચમાં જબરદસ્ત અપસેટ સર્જાયો હતો. ભૂતપૂર્વ ચેમ્પિયન આર્જેન્ટિનાને ક્રોએશિયાએ 3-0થી પરાજય આપ્યો હતો. આ સાથે ક્રોએશિયાએ સતત બીજી મેચ જીતીને અંતિમ-16માં પોતાનું સ્થાન મેળવી લીધું છે. ક્રોએશિયાએ પહેલી મેચમાં નાઇજીરિયાને 2-0થી હાર આપી હતી. ગ્રુપ બીમાં આર્જેન્ટિનાનો 1958 પછીનો આ સૌથી મોટો પરાજય હતો. આ પરાજયને કારણે આર્જેન્ટિના માટે આગામી રાઉન્ડમાં પહોંચવું મુશ્કેલ બન્યું છે. હાલ આર્જેન્ટિના એક પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે.
ગ્રુપની સીની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું વર્ચસ્વ રહ્યું હોવા છતાં ડેન્માર્ક સામેની મેચ ડ્રો રહી હતી. આ મેચ 1-1ના સ્કોર સાથે ડ્રો રહી હતી. ગ્રુપ સીની અન્ય એક મેચમાં ફ્રાન્સે પેરુને 1-0થી હાર આપીને અંતિમ-16મા સ્થાન મેળવ્યું હતું. ફ્રાન્સની આ સળંગ બીજી જીત છે. અગાઉ તેણે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. 6 પોઇન્ટ સાથે ગ્રુપ સીમાં ફ્રાન્સ ટોચના ક્રમે છે.