રેસલિંગમાં ભારતના સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાને ગોલ્ડ
Live TV
-
સતત 5મી ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો
ભારતના સ્ટાર પહેલવાન બજરંગ પુનિયાએ બલ્ગુરિયામાં યોજાયેલી ડાન કોલોવ-નિકોલ પેત્રોવ ટૂર્નામેન્ટમાં સ્વર્ણ પદક પોતાને નામ કર્યો. પૂનિયાએ 65 કિગ્રા ફ્રીસ્ટાઈલમાં અમેરિકાના જોર્ડન ઓલિવરને 12-3થી પરાજય આપ્યો. ભારતીય પહેલવાને આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે પોઈન્ટ મેળવ્યા. પૂનિયાએ છેલ્લી પાંચ ટૂર્નામેન્ટમાં ચાર સ્વર્ણ પદક અને એક રજત પદક પોતાને નામ કર્યો હતો. પૂનિયાએ આ જીત બાદ ટ્વીટ કરી કહ્યું કે, હું મારો સ્વર્ણ પદક વિંગ કમાન્ડર અભિનંદનને સમર્પિત કરવા માંગુ છું. તેમનાથી મને પ્રેરણા મળી છે