રોજર ફેડરરે રચ્યો ઈતિહાસ, તસિપાસને હરાવીને જીત્યો 100મો ખિતાબ
Live TV
-
ટેનીસમાં સ્વીટ્ઝરલેન્ડના રોજર ફેડરરે ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને હરાવી દુબઈ ટેનિસ પ્રતિયોગીતા પોતાના નામે કરી છે. આ તેમનું 100મું સિંગલ ખિતાબ હતું.
20 વખત સુધી ગ્રેંડ સ્લેમ વિજેતા રોજર ફેડરરે સિતસિપાસને છ- ચાર, છ ચારના સીધા સેટથી માત આપી હતી. અમેરિકાના જીમી કોનર્સ પછી રોજર ફેડરર વિશ્વના બીજા એવાં ખેલાડી બન્યાં છે, જેમના નામે ટેનીસમાં 100 જેટલા સિંગલ ખિતાબ મળ્યાં છે.
જીમી કોનર્સે પોતાની કારર્કિદી દરમિયાન 109 જેટલા ખિતાબ પોતાના નામે કર્યા હતા. રોજર ફેડરર તેમના રેકોર્ડને તોડવા માટે 10 ખિતાબ પાછળ છે. જો કે રોજર ફેડરરનું માનવું છે કે તે પોતે આ મુદ્દે જરા પણ વિચારતા નથી.