વિજય હઝારે ટ્રોફી: યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો
Live TV
-
મુંબઈના યશસ્વી જયસ્વાલ ઇતિહાસ રચીને પ્રથમ વર્ગની વન-ડે મેચમાં ડબલ સદી ફટકારનાર યુવા ક્રિકેટર બન્યો
મુંબઈના બેટ્સમેન યશસ્વી જાયસવાલે વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડ વિરુદ્ધ ડબલ સદી ફટકારી છે.. તેમણે 203 રનની ઈનિંગ રમી હતી 17 વર્ષના યશસ્વીએ 154 બોલની ઈનિંગમાં 17 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી 203 રન બનાવી લીધા છે. આ દરમિયાન તેમનો સ્ટ્રાઈક રેટ 131.81 રહ્યો હતો. યશસ્વી વિજય હજારે ટ્રોફીમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. આ પહેલા કેરળના સંજૂ સૈમસન અને ઉત્તરાખંડના કર્ણ કૌશલ પણ ક્રિકેટમાં આવી જ શાનદાર સદી ફટકારી ચૂ્કયાં છે.