સસ્પેન્ડ કરાયેલ ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને અપાઈ વચગાળાની રાહત
Live TV
-
સુપ્રીમ કોર્ટ તરફથી નિમણુંક કરવામાં આવેલ તપાસ અધિકારીનો નિર્ણય આવે ત્યાં સુધી આ બંને ખેલાડી ભારતીય ટીમ સાથે જોડાઇ શકે છે
સસ્પેન્ડ કરાયેલ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પરના પ્રતિબંધને હટાવી દેવામાં આવ્યો છે. BCCI ના પ્રશાસકોની સમિતિએ આ બંને ખેલાડીઓ પરના સસ્પેન્શન ઓર્ડરને હાલ પુરતો રોકી દીધો છે. સમિતિએ નિર્ણય કર્યો છે કે, સુપ્રીમ કોર્ટ તરફથી નિમણુંક કરવામાં આવેલ તપાસ અધિકારીનો નિર્ણય આવે ત્યાં સુધી આ બંને ખેલાડી ભારતીય ટીમ સાથે જોડાઇ શકે છે. સમિતિએ જણાવ્યું છે કે, જો આ બંને ખેલાડીની ટીમમાં પસંદગી થશે તો તેઓ ટીમનો હિસ્સો બની શકશે. નોંધનીય છે કે આ બંને ખેલાડીઓને એક ટીવી શો માં વિવાદિત ટિપ્પણી કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.