સુરતની દીકરી ઇન્ડિયા સાયન્સ ચેલેન્જ અંડર 18માં પ્રથમ
Live TV
-
ઝીનત અભ્યાસની સાથે સ્પોર્ટસમાં પણ અલગ અલગ કક્ષાએ મેડલ જીતી ચૂકી છે.
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી હાન્સ પરિવારની દીકરી ઝીનતે રાજ્યસ્તરની ઓલિમ્પિક્સ સાયન્સ એટલે કે ,ઇન્ડિયા સાયન્સ ચેલેન્જ અંડર 18 માં A++ માર્ક્સ સાથે પ્રથમ નંબર લાવી સુરતનું નામ રોશન કર્યું છે. ઝીનત અભ્યાસની સાથે સ્પોર્ટસમાં પણ આગળ છે. બેડમિન્ટન તથા રનિંગમાં તે અલગ અલગ કક્ષાએ મેડલ જીતી ચૂકી છે. માતા પિતાના સહકારથી તે આત્મવિશ્વાસ સાથે આગળ વધે છે. ઝીનત ડોક્ટર કે સ્પોર્ટ્સ ગર્લ બનવા ઈચ્છે છે. તેના પિતા અબ્બાસભાઈ એક શાળામાં કોચ હોવાના નાતે તેને સપોર્ટ કરી રહ્યા છે.