સુરતમાં અશ્વ દોડ સ્પર્ધા યોજાઇ, 100થી વધુ અશ્વ માલિકોએ લીધો ભાગ
Live TV
-
અશ્વ સ્પર્ધા માટે સરકાર તરફથી ગ્રાન્ય ફાળવાશે : મંત્રી ગણપત વસાવા
સુરત જિલ્લાના હથુરણ ગામે અશ્વ હોર્સ કમિટી દ્વારા સતત ત્રીજા વર્ષે અશ્વ દોડની જુદી જુદી પધ્ધતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી 100થી વધુ અશ્વ માલિકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ હાજરી આપી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. અશ્વ દોડની આ સ્પર્ધામાં સિંધી નસલના અશ્વો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સ્પર્ધામાં નાની રવાલ, મધ્યમ રવાલ અને મોટી રવાલ જેવી ચાલ, અશ્વો માલિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. મધ્યમ રવાલ સ્પર્ધામાં કાબરી સોઉં નામની ઘોડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ જ ઘોડીને એક અશ્વ પ્રેમીએ રૂપિયા 21 લાખમાં ખરીદવાની માગણી કરી હતી. પરંતુ અશ્વ માલિકે તેનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે મંત્રી ગણપત વસાવાએ આવનારા સમયમાં આવા પ્રકારની સ્પર્ધાને પ્રોત્સાહિત કરવા માટે ગ્રાન્ટ ફાળવવાનું પણ આશ્વાસન આપ્યું હતું.