સ્પેનના રાફેલ નડાલે સર્બિયાના નોવાક યોકોવિચને હરાવીને ઇટાલિયન ઓપનનો ખિતાબ જીત્યો
Live TV
-
નડાલે રવિવારની મોડી રાત્રે રમાયેલા ફાઇનલ મુકાબલામાં યોકોવિચને 6-0, 4-6, 6-1થી હરાવીને સફળતા મેળવી છે. વિશ્વના નંબર-ટૂ ખેલાડી નડાલનો આ 9મો ઓપન ખિતાબ છે.
સ્પેનના રાફેલ નડાલે દુનિયાના નંબર વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાક યોકોવિચને હરાવીને ઇટાલિયન ઓપનનો ખિતાબ જીતી લીઘો છે. નડાલે રવિવારની મોડી રાત્રે રમાયેલા ફાઇનલ મુકાબલામાં યોકોવિચને 6-0, 4-6, 6-1થી હરાવીને સફળતા મેળવી છે. વિશ્વના નંબર-ટૂ ખેલાડી નડાલનો આ 9મો ઓપન ખિતાબ છે. તો આ વર્ષનો પહેલો ખિતાબ છે. નડાલે 2 કલાક 25 મિનિટમાં ફાઇનલ મુકાબલો જીતીને તેના ખિતાબનો સફળતા પૂર્વક બચાવ કર્યો છે. બંને ખેલાડી વચ્ચે આ 54મો મુકાબલો હતો. નડાલ હવે 26 મેએ શરૂ થનાર ફ્રેન્ચ ઓપન માટે મેદાનમાં ઉતરશે.જ્યાં તેની નજર તેના 12મા ખિતાબ પર હશે.