હોકી વર્લ્ડકપઃ ભારતે સાઉથ આફ્રિકાને 5-0થી હરાવી કર્યો વિજયી પ્રારંભ
Live TV
-
હોકી વિશ્વકપના ઉદ્ઘાટન મેચમાં બેલ્જિયમે કેનેડાને 2-1થી હરાવ્યું હતું.
ભારતે હોકી વર્લ્ડ કપમાં શાનદાર પ્રારંભ કર્યો છે. બુધવારે તેણે પોતાના પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી પરાજય આપ્યો. વર્લ્ડ રેન્કિંગમાં પાંચમાં સ્થાને રહેલી ભારતીય ટીમ તરફથી મનદીપ સિંહ (10મી મિનિટમાં), આકાશદીપ (12મી મિનિટમાં), સિમરનજીત (43 અને 46મી મિનિટમાં) અને લલિત ઉપાધ્યાર (45મી મિનિટમાં) ગોલ કર્યા હતા.
કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 15મો રેન્ક ધરાતી નબળી દક્ષિણ આફ્રિકાની ટીમનો ગોલનું ખાતું પણ ન ખુલ્યું. હવે પૂલ-સીમાં બે ડિસેમ્બરે ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે છે.