હોકી વર્લ્ડકપ: આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો
Live TV
-
ઓરિસ્સા ભૂવનેશ્વરમાં 28મી નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન યોજાનારી હોકી વિશ્વ કપ પ્રતિયોગિતામાં 16 દેશની ટીમ ભાગ લેશે.
ઓરિસ્સાના ભુવનેશ્વરમાં મંગળવારે ઓપનિંગ સેરેમની સાથે જ હોકી વર્લ્ડકપનો પ્રારંભ થઈ ગયો છે. ઓરિસ્સા ભૂવનેશ્વરમાં 28મી નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન યોજાનારી હોકી વિશ્વ કપ પ્રતિયોગિતામાં 16 દેશની ટીમ ભાગ લેશે. ભારત ત્રીજી વખત હોકી વર્લ્ડકપનું આયોજન કરી રહ્યું છે. આ પહેલાં 1982 અને 2010માં આયોજન કર્યું હતું. આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. રંગારંગ સમારંભમાં માધુરી દિક્ષીત, શાહરૂખ ખાન અને એ.આર. રહેમાન જેવા કલાકારોએ પોતાનો જલવો બતાવ્યો હતો.