ઓરિસ્સામાં 14 મા હોકી વિશ્વકપના રંગારંગ કાર્યક્રમનો થયો શુભારંભ
Live TV
-
આવતીકાલથી થનારી હોકી વિશ્વકપની પ્રથમ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાશે.
ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે ,હોકી વિશ્વ કપનો રંગારંગ શુભારંભ થઈ ચૂક્યો છે. શુભારંભ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નવીન પટનાયક પણ હાજર હતા. કલાકારોએ નૃત્ય અને સંગીતની રેલમછેલ કરી હતી. પ્રકાશ અને ધ્વનિના મિશ્રણ સાથે નૃત્ય રજૂ થયા હતા.
માધુરી દિક્ષીતે વિશેષ પ્રસ્તુતિ આપી હતી. ઓરિસ્સાના ભુવનેશ્વરમાં 28મી નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન યોજાનારી ,હોકી વિશ્વ કપ પ્રતિયોગિતામાં ,16 દેશ ની ટીમ ભાગ લેશે. કલિંગા સ્ટેડિયમમાં હાલ ઉદ્ઘાટન સમારંભ ચાલી રહ્યો છે. સમારંભમાં શાહરૂખ ખાન સહિત બોલીવૂડ જગતના કલાકારો ઉપસ્થિત છે. હોકી વિશ્વકપની પ્રથમ મેચ, આવતીકાલે ભારત તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે.
ઓરિસ્સામાં આજથી હોકી વિશ્વ કપનો શુભારંભ થશે. વિશ્વકપનો ઉદ્ઘાટન સમારોહ ભુવનેશ્વરમાં યોજાશે. 28મી નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન યોજાનારી હોકી વિશ્વ કપ પ્રતિયોગિતામાં 16 દેશની મોટાભાગની ટીમ પહોંચી ગઈ છે. કલિંગા સ્ટેડિયમમાં ઉદ્ઘાટન થશે. જેમાં બોલીવૂડ જગતના અનેક કલાકારો ઉપસ્થિત રહેશે. આવતીકાલથી થનારી હોકી વિશ્વકપની પ્રથમ મેચ ભારત તથા દક્ષિણ આફ્રિકા વચ્ચે યોજાશે..