હોકી વિશ્વકપ- આર્જેન્ટિનાએ સ્પેનને 4-3 થી હરાવ્યું
Live TV
-
પુરૂષ હોકી વિશ્વકપના બીજા દિવસે પુલ એ માં ઓલ્મિપિક ગોલ્ડ મેડાલિસ્ટ આર્જેન્ટિનાએ સ્પેનને 4-3 થી હરાવ્યું છે. આ મેચ ગઈ સાંજે ભુવનેશ્વરનાં કલિંગ સ્ટેડિયમમાં રમાઈ હતી. જયારે બીજી મેચ ન્યૂઝીલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ફ્રાન્સને 2-1થી હરાવીને ન્યૂઝીલેન્ડે વિજયી પ્રારંભ કર્યો હતો. આ સાથે પુલ - A માં આર્જેન્ટિના અને ન્યૂઝીલેન્ડ સંયુક્તપણે ટોચના ક્રમે રહ્યા હતા. આજે ઓસ્ટ્રેલિયા, આર્યલેન્ડ સામે જયારે ઈંગ્લેન્ડ ચાઈના સામે ટકરાશે. વળી ભારત રવિવારે બેલ્જિયમ સામે રમશે.