CSK નો 5 વિકેટે વિજય, બ્રાવો-જાડેજાએ અપાવી જીત
Live TV
-
KKR સૌથી મજબૂત બેન્ચ સ્ટ્રેન્થ ધરાવે છે, જ્યારે CSK ની બેટીંગ પ્રમાણમાં નબળી
ડ્વાઈન બ્રાવોએ સતત બીજી મેચમાં છેલ્લી ઘડીએ દિલધડક ફટકાબાજી કરતા CSKનો IPL-2018ની મેચમાં KKR સામે 5 વિકેટે વિજય થયો હતો. બ્રાવોએ છેક 19મી ઓવરમાં સાતમા ક્રમે બેટિંગમાં આવીને 5 બોલમાં 11 રન ફટકારી કમાલ કરી દેખાડ્યો હતો. જ્યારે બાપુ એટલે કે સર જાડેજાએ છેલ્લી ઓવરમાં ટાવરિંગ સિક્સ ફટકારી CSKની જીત નિશ્ચિત કરી હતી. અગાઉ સેમ બિલિંગ્સ ફટકાબાજી કરીને 21 બોલમાં હાફ સેન્ચૂરી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો હતો. આ સંજોગોમાં CSKની પ્રથમ મેચના જીતના હીરો ડ્વાઈન બ્રાવોનું આગમન થયું હતું. બિલિંગ્સે 23 બોલમાં 56 રન ફટકાર્યા હતા.