કાવેરી વિરોધને પગલે હવે ચેન્નઈમાં નહીં રમાય IPL-11ની આગામી મેચ
Live TV
-
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2018ના જેટલા મેચ ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાના હતા તે હવે બીજા સ્થાને શિફ્ટ કરવામાં આવશે. કાવેરી નદીના પાણીની વહેંચણીનો વિરોધને કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. આ સીઝનમાં ચિદમ્બરમ સ્ટેડિયમમાં કુલ 7 મેચ રમાવાની હતી, જેમાં અત્યાર સુધી માત્ર એક મેચ રમાઇ છે.
મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ દરમિયાન વિરોધ પ્રદર્શન થયું હતું. સ્ટેડિયમની બહાર સતત પ્રદર્શન ચાલુ હતું. તેની સાથે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છતા વિરોધ કરી રહેલા કેટલાક લોકો સ્ટેડિયમની અંદર સુધી પહોંચી ગયા હતા. તેઓએ મેદાનમાં જોડા પણ ફેંક્યા હતા. આ જોડું ફિલ્ડિંગ કરી રહેલા ચેન્નઈના ખેલાડી રવિન્દ્ર જાડેજા તરફ ગયું હતું. જેણે કિક મારીને મેદાનની બહાર કર્યું હતું. સ્ટેડિયમની બહાર મેચની ટિકિટ અને ચેન્નઈની ટીશર્ટ સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.