રાજસ્થાન રોયલન 10 રને જીત્યું
Live TV
-
IPL-2018ની મહત્ત્વપૂર્ણ મેચમાં બુધવારે RR vs DDનો મુકાબલો છે. બેટ્સમેનનું નબળું ફોર્મ બંને ટીમ માટે ચિંતાજનક છે.
RRનો IPL-2018 સિઝનમાં પહેલો વિજય થયો છે. જયપુર ખાતે વરસાદ ગ્રસ્ત મેચમાં DDને 6 ઓવરમાં 71 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તે 4 વિકેટે ફક્ત 60 રન નોંધાવી શકતા RRનો 10 રને વિજય થયો હતો. DD વતી કોઈ બેટ્સમેન ઝળકી શક્યો નહોતો જ્યારે સામેપક્ષે RRના બધા બોલર્સે ટાઈટ લાઈન-લેન્થ સાથે બોલિંગ કરી હતી.
રિષભ પંત પણ 5મી ઓવરમાં બે ચોગ્ગા ફટકારીને 20 રનના અંગત સ્કોરે સિક્સ મારવા જતાં બેકવર્ડ સ્ક્વેર લેગ પર ગૌતમના હાથે ઝિલાઈ ગયો હતો. આમ DDને મેચ જીતવા છેલ્લી ઓવરમાં 25 રનની જરૂર હતી. ત્યારબાદ ઓવરના 4થા બોલે વિજય શંકર પણ લાફલિનનો શિકાર બનતાં DDની 4થી વિકેટ પડી હતી.