CWG 2018: રેસલર સુશીલ કુમારે ભારતને અપાવ્યો 14મો ગૉલ્ડ મૅડલ
Live TV
-
બોક્સર સુશીલ કુમારે માત્ર 80 સેકન્ડમાં જ કોનોર ઈવાન્સને હરાવીને પોતાના નામે ગોલ્ડ મેડલ નોંધાવી નાંખ્યો હતો.
ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં વધુ બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા છે. ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં રાહુલ અવારેએ 57 કિલોગ્રામની શ્રેણીમાં તો સુશીલ કુમારે 74 ગ્રામ વર્ગમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે જ્યારે શૂટર તેજસ્વીની સાવંતે મહિલાની 50 મીટર પ્રોન રાઈફલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બીજી તરફ મહિલા ફ્રી સ્ટાઈલ કુશ્તીની 53 કિલોગ્રામ વેટ કેટેગરીમાં ભારતની બબીતા કુમારીએ ઓસ્ટ્રેલિયાની કેટિસા હોલેન્ડને ફક્ત 36 સેકન્ડમાં હરાવી હતી, ઉપરાંત ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં અન્ય એક પહેલવાન કિરણે પણ 79 કિલો વર્ગમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. આતો આજે ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મહિલા હોકી ટીમે 12 વર્ષ પછી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.