#ENGvIND વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રાયડૂની એન્ટ્રી
Live TV
-
નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં છેલ્લા બોલે સિક્સ મારીને ભારતને વિજેતા બનાવનારા વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિકનો પણ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે
ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાનારી ત્રણ વન-ડે મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝમાં આઈપીએલની ચાલુ સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના અંબાતી રાયડૂની બે વર્ષ બાદ ટીમમાં વાપસી થઈ છે. રાયડૂ જુન, 2016માં ઝિમ્બાબ્વે સામે અંતિમ વન ડે રમ્યો હતો. સિદ્ધાર્થ કૌલને પણ વનડેની ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, અંબાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વાશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સિદ્ધાર્થ કૌલ અને ઉમેશ યાદવ