Skip to main content
Settings Settings for Dark

SRH vs KKR: હૈદરાબાદે કોલકાતાને 110 રનથી હરાવ્યું, ક્લાસેનની 37 બોલમાં સદી

Live TV

X
  • હૈદરાબાદની ટીમ આ સિઝનમાં છઠ્ઠા સ્થાને છે. આ સિઝનમાં હૈદરાબાદે 14માંથી 6 મેચ જીતી અને 13 પોઈન્ટ મેળવ્યા છે. જ્યારે કોલકાતા ફક્ત 5 મેચ જીતી શક્યું અને 12 પોઈન્ટ સાથે આઠમા સ્થાને સરકી ગયું છે.

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 68મી લીગ મેચમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 110 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ બંને ટીમો માટે આ સિઝનની છેલ્લી મેચ હતી. બંને પહેલાથી જ IPL 2025ની પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગયા હતા. આ મેચમાં ટોસ જીત્યા બાદ હૈદરાબાદે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે હેનરિક ક્લાસેનની 39 બોલમાં ફટકારેલી તોફાની સદીના આધારે કોલકાતા સામે 279 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. પરંતુ જવાબમાં, કોલકાતાની બેટિંગ 19મી ઓવરમાં પડી ભાંગી હતી. 

    કેવી રહી કોલકાતાની ઇનિંગ્સ ?

    279 રનના જવાબમાં કોલકાતાની શરૂઆત સારી નહોતી. સુનીલ નારાયણે ચોક્કસ કેટલાક સારા શોટ રમ્યા, પરંતુ ચોથી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ હતી. આ પછી, રહાણે પણ છઠ્ઠી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. રહાણેના બેટમાંથી ફક્ત 15 રન જ આવ્યા. આ પછી, એવું લાગતું હતું કે વિકેટોનો ધસારો થઈ રહ્યો છે. ડી.કોક સાતમી ઓવરમાં અને રિંકુ સિંહ આઠમી ઓવરમાં આઉટ થયા હતા. રિંકુએ 9 રન બનાવ્યા. આઠમી ઓવરમાં, રસેલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ મનીષ પાંડેએ કેટલાક સારા શોટ ફટકાર્યા, પરંતુ તે 37 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કોલકાતાની ઇનિંગ્સ 19મી ઓવરમાં સમાપ્ત થઈ ગઈ અને હૈદરાબાદ 110 રનથી મેચ જીતી ગયું હતું.

    કેવી રહી હૈદરાબાદની ઇનિંગ ?

    પહેલા બેટિંગ કરવા આવેલા હૈદરાબાદની શરૂઆત શાનદાર રહી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે તોફાની શરૂઆત કરી હતી. હૈદરાબાદે 7મી ઓવરમાં 92 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી, જ્યારે અભિષેક શર્મા 32 રન બનાવીને નરેનના બોલ પર આઉટ થયો. પરંતુ બીજા છેડે, હેડનો શો ચાલુ રહ્યો. હેડે 40 બોલમાં 76 રન બનાવ્યા. તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. 13મી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ. પરંતુ આ પછી ક્લાસેને તોફાની ફિફ્ટી ફટકારી. હૈદરાબાદનો સ્કોર માત્ર 14 ઓવરમાં 200 રનને પાર કરી ગયો. પરંતુ આ પછી, ક્લાસેન અને ઇશાન કિશને બંને છેડેથી વિસ્ફોટક બેટિંગ કરી. જોકે, કિશનની વિકેટ 19મી ઓવરમાં પડી ગઈ. કિશને 20 બોલમાં 29 રન બનાવ્યા. પરંતુ ક્લાસેન માત્ર 37 બોલમાં સદી ફટકારી. આ સમયગાળા દરમિયાન, ક્લાસેને 9 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા. તેની તોફાની ઇનિંગ્સના આધારે હૈદરાબાદે KKR સામે 279 રનનો લક્ષ્યાંક રાખ્યો. ક્લાસેનની સદી IPLના ઇતિહાસમાં સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી સદી છે , અને વિદેશી ખેલાડી દ્વારા બીજી સૌથી ઝડપી સદી છે.  આ યાદીમાં તેમનાથી આગળ ક્રિસ ગેલ છે, જેમણે 2013માં પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply