U.S.ઓપનમાં પાંચવાર ચેમ્પિયન રહી ચૂકેલા રોજર ફેડરરનો ચોથા રાઉન્ડમાં પરાજય
Live TV
-
વર્ષના અંતિમ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ U.S.ઓપનમાં પાંચવાર ચેમ્પિયન રહી ચૂકેલા રોજર ફેડરર ચોથા રાઉન્ડમાં પરાજય મેળવીને સ્પર્ધામાંથી બહાર
વર્ષના અંતિમ ટેનિસ ગ્રાન્ડ સ્લેમ U.S.ઓપનમાં પાંચવાર ચેમ્પિયન રહી ચૂકેલા રોજર ફેડરર ચોથા રાઉન્ડમાં પરાજય મેળવીને સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. ઓસ્ટ્રેલિયાના જોનમીલ મેને ફેડરરને હરાવીને U.S.ઓપનમાં મોટો અપ સેટ સર્જયો છે. જોન મીલમને 3-6, 7-5, 7-6, 7-6 થી મુકાબલો જીતીને કવાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત સર્બિયાના નોવાક જોકોવિક પણ કવાટર ફાઈનલમાં પહોંચી ગયા છે. જાપાનના કેઈ નિશી કોરી પણ અંતિ આઠમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં છે. મહિલા વર્ગમાં અમેરિકાના મેડસિન કીઝને કવાટર ફાઈનલમાં સ્થાન મેળવવામાં સફળતા મળી છે. પૂર્વ નંબર-1 ટેનિસ ખેલાડી રશિયાના મારિઆ શારાપોઆને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સ્પેનના સ્વારેઝે રશિયાના શારાપોવાને પરાજીત કરીને અપસેટ સર્જયો હતો. જાપાનના ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકા પણ કવાટર ફાઈનલમાં પ્રવેશી ચૂક્યા છે.