હરમિત અને માનવની મહેનત આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી
Live TV
-
એશિયાઈ રમતોનું જકાર્તામાં સમાપન સાથે જ ખેલાડીઓ વતન પરત ફરી રહ્યા છે ત્યારે ટેબલ ટેનિસમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાળનારા સુરતના હરમિત દેસાઈ અને માનવ ઠક્કર ગઇકાલે સુરત એરપોર્ટ પર આવ્યાં હતા. ત્યારે બન્ને ખેલાડીઓના પરિવારજનો અને ટેબલ ટેનિસ એસોસિએશનના સભ્યો ,સાથે જ યુવા સંગઠનો દ્વારા પુષ્પ ગુચ્છ આપીને તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને એરપોર્ટ પર ઉજવણીનો માહોલ સર્જાયો હતો. હરમિત દેસાઈ અને માનવ ઠક્કરના પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે ખુબ જ ખુશ છીએ. અમારા સંતાનોની મહેનત આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી છે. અને આગામી સમયમાં પણ તેઓ આગળ વધે તે માટે પ્રોત્સાહનની સાથે સહકાર આપતાં રહેશે. ઘણા દિવસો બાદ સંતાનો ઘરે સિદ્ધિ લઈને આવ્યા હોવાથી જન્માષ્ટમીના પર્વના લીધે તેમની ખુશી બેવડાઈ છે. બીજી તરફ 400 મીટર રીલેરેસમાં ગોલ્ડ જીતનાર ડાંગની સરિતા ગાયકવાડના પિતાને રાજ્યમંત્રી રમણલાલ પાટકર દ્વારા અંગત રીતે 51 હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.