Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસના રાજ્યમાં 7 જેટલા કેસ નોંધાયા બાદ તંત્ર એલર્ટ, દરેક જિલ્લામાં ખાસ આઇસોલેશન વોર્ડ બનાવાયા

Live TV

X
  • કોરોના વાયરસને લઇને સમગ્ર  રાજ્યમાં ચિંતાનો માહોલ છે ત્યારે ગુજરાત સરકારે પોલીસ વિભાગ અને તમામ વહીવટી તંત્રને એલર્ટ કરી કોરોના વાયરસને ફેલાતો અટકાવવા તેમજ લોક જાગૃતિ માટેની કામગીરી સોંપી છે. તો જે સ્થળોએ કોરોના શંકાસ્પદ અને પોઝીટીવ આવ્યો છે ત્યાં વિેશેષ કામગીરી કરવામાં આવી રહી છે. 
     
    સુરતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવતા તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. જેમાં સુરત પોલીસે શહેરમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે.  તેમજ ડુમ્મસ અને સુવાલી બીચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.  તેમજ જીમ, ટ્યુશન ક્લાસ, મોલ અને સ્વીમીંગ પુલ બંધ કરવાની સુચના આપી છે. આ ઉપરાંત, રાજકોટ સહિતના રાજ્યના તમામ જીલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. તો ગુજરાત રાજ્ય વાહન નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડીને ગુજરાતથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફ જતી  તમામ  એસ. ટી. બસોને તાત્કાલિક રદ કરવામાં આવી છે. સુરત અને બારડોલી તરફથી મહારાષ્ટ્ર જતી બસોના 40 રૂટ તાત્કાલિક અસરથી  બંધ કરવામાં આવી છે.

    રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવાન 21 ફેબ્રુઆરીના રોજ મક્કા મદીના હજ પઢવા ગયો હતો ત્યાંથી તે 8 માર્ચે રાજકોટ પરત ફરતા તાવ શરદી ઉધરસ થતા પ્રાથમિક સારવાર તેની શરૂ કરવામાં આવી હતી નદીમ ને કોરોના થયેલ હોવાના લક્ષણો જણાતા 18 માર્ચે સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 19 માર્ચના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા ડોક્ટર્સની ટીમે તમામ સારવાર શરૂ કરી હતી. રાજકોટના યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 17 લોકોને કવોરેન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા.

    તો અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસના 11 જેટલા શંકાસ્પદ કેસ સામે આવતા તમામને આઇસોલેશન વોર્ડમાં રાખ્યા બાદ વધુ સારવાર માટે તમામને હિંમતનગર મોકલી આપવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ સાબદુ  થયું છે, અને જિલ્લાની ખાનગી હોસ્પિટલની વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે. તો તાપી જિલ્લાના તંત્રએ  રાઉન્ડ ધ ક્લોક  કંટ્રોલરૂમ શરૂ કર્યો છે.  જેમાં 02626-220453 હેલ્પલાઇન પર ફોન કરીને કોરોના વાયરસ અંગે માહિતી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.  તેમજ જો કોઇ વેપારી સેનીટાઇઝર કે માસ્ક બજાર કિંમત કરતા વધારે કિંમતમાં વેચાણ કરે તો પણ ફરિયાદ કરી શકાશે. તો  કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસથી બચાવ અને પોલીસ તંત્રની શુ જવાબદારી છે? તેની માહિતી માટે પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

    તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવીને તમામ જીલ્લાના કલેક્ટર અને પોલીસ વડા સહિતના અધિકારીઓને સતર્ક થવાની સુચના આપી છે. અને તમામ જિલ્લાઓમાંથી કોરોના વાયરસને લગતા અપડેટ પર નજર રાખવા માટે ગાંધીનગરમાં ખાસ ટીમ બનાવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply