અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં EVM અને મતદાન પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં 620 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 'ઈલેક્ટોરલ લીટરસી ક્લબ' (ELC) દ્વારા એક વિશેષ ટેકનિકલ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજીના વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) અંગે લોકોના મનમાં રહેલી શંકાઓ દૂર કરવાનો અને મતદાન પ્રક્રિયા પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ વધારવાનો હતો.