સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકારના નક્કર પ્રયાસો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રપતિએ સાયબર ક્રાઈમ અને ડેટા સુરક્ષાને વર્તમાન સમયના વાસ્તવિક પડકારો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે દેશને હવે એવા ટેકનોસેવી પોલીસ અધિકારીઓની જરૂર છે જે આધુનિક ગુનેગારોને પકડી શકે.રાષ્ટ્રીય સુરક્ષામાં અમૂલ્ય પ્રદાન બદલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને રાષ્ટ્રપતિના હસ્તે 'માનદ ડોક્ટરેટ'ની પદવી એનાયત કરવામાં આવી હતી.નારી શક્તિનો પ્રભાવ: પદવીદાનમાં એન્જિનિયરિંગ અને રક્ષા ક્ષેત્રે દીકરીઓએ મેળવેલા મેડલ્સની રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીએ વિશેષ સરાહના કરી હતી.