Skip to main content
Settings Settings for Dark

Live TV

X

સ્પાયવેર તમારા ફોન કે ડિવાઇસમાં છૂપાયેલો એક ડિજિટલ જાસૂસ

સ્પાયવેર તમારી પ્રાઈવેટ ફાઇલોને ઍક્સેસ કરી શકે છે અને તેને અન્ય ડિવાઇસમાં પર ટ્રાન્સફર કરી શકે છે. આના દ્વારા હેકર્સ તમારી માહિતી, ફોટા, વીડિયો, બેંક એકાઉન્ટની માહિતીની ચોરી કરી શકે છે.સ્પાયવેર એટેકના કારણોની વાત કરીએ તો કમ્પ્યુટર પર સ્પાયવેર એટેક થવાનાં ઘણાં કારણો છે. આનું સૌથી મોટું કારણ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવું છે. તમે જેટલું વધુ ડાઉનલોડ કરશો, તેટલું જ સ્પાયવેરનું જોખમ વધારે છે. સ્પાયવેર વાયરસ આપણે ઇન્ટરનેટ પરથી લઈએ છીએ તે ફાઈલો, ફોટો, વીડિયો અથવા ગીતો દ્વારા સરળતાથી આપણા ડિવાઇસ સુધી પહોંચે છે.ઘણી વખત કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરેલાં રીમૂવેબલ ડિવાઇસ પણ સ્પાયવેરનું કારણ બની જાય છે.

Gujarati

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લીએ રાજ્ય માલિકીની કંપનીઓ માટે ખાનગીકરણ માળખામાં ફેરફારોનો માર્ગ કર્યો મોકળો

લીએ કેબિનેટની બેઠકમાં આ જાહેરાત કરી હતી, જ્યારે સરકારી સંપત્તિઓના વેચાણને રોકવા માટે કટોકટી નિર્દેશ જારી કર્યો હતો. તેમનું માનવું હતું કે આ સંપત્તિઓ નુકસાનમાં વેચાઈ રહી છે. યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, તેમણે કહ્યું, "એવા કિસ્સાઓ બન્યા છે કે સરકારે જાહેર સાહસોનું ખૂબ સરળતાથી અને એકપક્ષીય રીતે ખાનગીકરણ કર્યું છે, જે જાહેર અભિપ્રાયની વિરુદ્ધ જાય છે, અને ક્યારેક આ રાજકીય મુદ્દો બની જાય છે."

લીએ જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીના નેતા તરીકે, તેમણે સરકારી કંપનીઓના ખાનગીકરણને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યા હતા.

Gujarati

મિશન લાઇફ ભારતની પ્રાચીન સંરક્ષણ પરંપરાઓને પુનર્જીવિત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભૂપેન્દ્ર યાદવનો આ લેખ વાંચવા જેવો છે, જેમાં તેઓ સમજાવે છે કે મિશન લાઇફે તમિલનાડુની એરી ટાંકી પ્રણાલીથી લઈને રાજસ્થાનના જોહાદ સુધી ભારતની પ્રાચીન જળ સંરક્ષણ પરંપરાઓને કેવી રીતે પુનર્જીવિત કરી છે. આ પરંપરાઓને હવે પૃથ્વી સેવા તરીકે જોવામાં આવી રહી છે.

ભૂપેન્દ્ર યાદવે લેખમાં સમજાવ્યું - ભારતનું મિશન લાઇફ સદીઓ જૂની સંરક્ષણ પરંપરાઓને કેવી રીતે પુનર્જીવિત કરી રહ્યું છે

Gujarati

આઇકોનિક અટલ બ્રિજ: છેલ્લા ત્રણ વર્ષમાં 77.71 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી,27 કરોડથી વધુની આવક

SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.) દ્વારા આપવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 31 ઓગસ્ટ, 2022 થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં કુલ 77,71,269 લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹27.70 કરોડથી વધુની આવક પણ થઇ છે, જે અમદાવાદના ટુરિઝમ ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે.

Gujarati

ગામમાં 100 ટકા ઘરોમાં શૌચાલય,નળ જોડાણ,ડોર-ટૂ-ડોર વેસ્ટ કલેક્શન,જાહેર પુસ્તકાલય સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ

આ ઉપરાંત અત્યારસુધીમાં ભીમાસર ગામને સમરસ ગ્રામ પંચાયત એવોર્ડ, નિર્મલ ગ્રામ પુરસ્કાર, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત, મહિલા પાણી સમિતિ એવોર્ડ, સ્વચ્છ ગ્રામ પુરસ્કાર, સ્માર્ટ વિલેજ એવોર્ડ જેવા કુલ 13 પ્રતિષ્ઠિત એવોર્ડ પણ મળ્યા છે. વિશ્વ બેંકના પ્રતિનિધિઓ અને નેપાળના પ્રધાનમંત્રી જેવા મહાનુભાવોએ પણ ભીમાસાર ગામના વિકાસને નિહાળવા રૂબરૂ મુલાકાત લીધી હતી.

Gujarati

સરકારે ખરીફ 2025 દરમિયાન ખેડૂતો માટે યુરિયાની પૂરતી ઉપલબ્ધતા કરી સુનિશ્ચિત

હકીકતમાં, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મૂલ્યાંકન કરાયેલ 185.39 LMT ની જરૂરિયાત સામે, DoF એ 230.53 LMT ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી. આ 193.20 LMT ના વેચાણ કરતા નોંધપાત્ર રીતે વધારે હતું. આ સમગ્ર ભારતમાં યુરિયાની પૂરતી ઉપલબ્ધતા દર્શાવે છે. દેખીતી રીતે, ખેડૂતોએ ખરીફ 2025 માં ખરીફ 2024 કરતા આશરે 4.08 લાખ મેટ્રિક ટન વધુ યુરિયાનો ઉપયોગ કર્યો હતો, જે સારા ચોમાસાને કારણે વધેલા પાક વિસ્તારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે યુરિયાની ઉપલબ્ધતામાં સુધારો દર્શાવે છે.

Gujarati

‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય પર ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું યોજાયુ ત્રીજું સત્ર

‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત-શાસનની આવશ્યકતા’ વિષય પર આયોજીત આ સત્રમાં વિકસિત ભારત@2047અંતર્ગત અનેક મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી.  આ પ્રસંગે મુખ્ય વક્તા, નીતિ આયોગના સભ્ય અને ભારત સરકારના પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ પ્રોજેક્ટ જેવા અનેક મહત્વપૂર્ણ ફેરફાર થકી દેશના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. જેને આગળ ધપાવી હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક પરિવર્તનશીલ સુધારાઓ કર્યા છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોરબી ખાતે દાદા ભગવાનની 118મી જન્મજયંતિ મહોત્સવમાં બન્યા સહભાગી

મોરબીમાં આગામી 9 નવેમ્બર સુધી દાદા ભગવાનની 118મી જન્મ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.3 નવેમ્બરના રોજ આ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ આયોજનના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં સત્સંગ યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પૂજા, આરતી અને દર્શનનો લ્હાવો લીધો હતો અને સમગ્ર જગતના જીવમાત્રના કલ્યાણની કામના કરીને દરેકને સાચા સુખની પ્રાપ્તિ થાય તે અર્થે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ આત્મજ્ઞાની દીપકને હાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા.દીપકએ મુખ્યમંત્રીને દાદા ભગવાનના જીવન પર આધારિત જ્ઞાની પુરુષ પુસ્તક ભાગ-6 અર્પણ કર્યું હતું.

Gujarati

કેવડીયા ખાતે તા.31મી ઑકટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષે રાષ્ટ્રીય એકતાદિનની ભવ્ય ઉજવણી કરાશે :મંત્રી જીતુ વાધાણી

આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી જીતુ વાધાણીએ આ અંગે મીડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા 'એકત્વ' થીમ આધારિત 10 ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે. 

Gujarati

ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCનો પાંચમો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો

આ હેતુસર મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ.હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.આ પંચ-GARCએ અત્યાર સુધીમાં રાજ્ય સરકારને ચાર ભલામણ અહેવાલો સોપ્યાં છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply