SIR સંદર્ભે અમદાવાદ જિલ્લાના નાગરિકોને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારનો ખાસ સંદેશ
સુજીત કુમારે જણાવ્યું હતું કે, તા. 4 નવેમ્બરથી શરૂ થયેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા(SIR)ની ઝૂંબેશ આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલશે જેમાં શહેર-જિલ્લાની 21 વિધાનસભાના 62,59,620 મતદારો માટે કુલ 5524 BLO ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા છે.વધુમાં, સુજીત કુમારે SIRની મુખ્ય પ્રક્રિયાઓ અને સમયરેખા વિશે જણાવ્યું હતું. BLO દ્વારા મતદારોના ઘરે ઓછામાં ઓછી ત્રણ મુલાકાત લઈ, એન્યુમરેશન ફોર્મનું વિતરણ અને ગણતરી તથા મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરાશે. વધુમાં, તેમણે ઉમેર્યું કે આ સમગ્ર પ્રક્રિયા માટે BLOને ખાસ તાલીમ આપવામાં આવી છે.