નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે "માહિતીનો અધિકાર- બે દાયકાની સફર" પુસ્તકનું કરાયુ વિમોચન
માહિતી અધિકાર અધિનિયમ (RTI Act), 2005 ને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માહિતી આયોગ દ્વારા આ ગૌરવશાળી સફરને પ્રકાશન સ્વરૂપે આકાર આપવામાં આવ્યો છે.આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે માહિતીનો અધિકાર એક સશક્ત માધ્યમ સાબિત થયો છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા તૈયાર કરાયેલું આ ઇન-હાઉસ પ્રકાશન RTI ક્ષેત્રે કામ કરતા કર્મયોગીઓ, સંશોધકો અને જનસામાન્ય માટે માર્ગદર્શિકા બની રહેશે.