અરુણાચલ પ્રદેશમાં 1200 મેગાવોટના હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિએ આ રોકાણને મંજૂરી આપી છે.આ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં લોહિત નદી પર બનાવવામાં આવશે. તેને પૂર્ણ થવામાં લગભગ 78 મહિનાનો સમય લાગશે.આ પ્રોજેક્ટની કુલ ક્ષમતા 1200 મેગાવોટ હશે અને તે વાર્ષિક આશરે 4,852.95 મિલિયન યુનિટ (MU) વીજળી ઉત્પન્ન કરવાની અપેક્ષા છે. આ લોહિત બેસિનમાં પ્રથમ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હશે.