છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં હળવાથી ભારે વરસાદ: ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ
જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.આજે, તા. 29 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 6:00કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.