Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પ્રતિરક્ષા પ્રણાલી પરની મહત્ત્વની શોધ બદલ 3 વૈજ્ઞાનિકોને મેડિસિનનું નોબેલ

કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટની નોબેલ એસેમ્બલીએ જાહેરાત કરી મેરી ઈ. બ્રનકો (અમેરિકા),ફ્રેડ રેમ્સડૅલ (અમેરિકા),શિમોન સાકાગુચી (જાપાન)આ ત્રણ વૈજ્ઞાનિકો વચ્ચે 1.1કરોડ સ્વીડિશ ક્રોનર (Swedish Kronor)ની રકમ વહેંચવામાં આવશે.આ ત્રણેય વૈજ્ઞાનિકોને 'પેરીફેરલ ઇમ્યુન ટોલરન્સ' પરની શોધ માટે સન્માનિત કરવામાં આવ્યા છે.

Gujarati

ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠની ગાંધીનગરમાં ગરિમામય ઉજવણી

મુખ્યમંત્રીએ વાયુસેના પરિવારને 93 મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યું છે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો 'સ્વર્ણિમ દાયકો' બન્યો છે. મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂર થકી વાયુસેનાએ જે અપ્રતિમ સાહસ અને પરાક્રમનો પરિચય આપ્યો છે, તેના પર દરેક ભારતીય ગર્વ લઈ શકે તેમ જણાવ્યું હતું. તેમણે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે કીર્તિમાન સ્થાપ્યો છે, તેને આ વર્ષગાંઠની વિશેષ ગૌરવ અપાવનારી ઘટના ગણાવી હતી.

Gujarati

RTI સપ્તાહનો પ્રારંભ: ગુજરાત પારદર્શિતામાં અગ્રેસર

ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવીએ ગુજરાત માહિતી આયોગની કામગીરીને બિરદાવતા કહ્યું કે, આયોગ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુરૂપ કામ કરીને RTI કેસોના ઝડપી ઉકેલને કારણે ગુજરાતને અગ્રીમ હરોળનું રાજ્ય બનાવ્યું છે.

મુખ્ય માહિતી કમિશનર ડો. સુભાષ સોનીએ જણાવ્યું કે, ગુજરાત માહિતી આયોગ દ્વારા માત્ર 60-90 દિવસમાં અપીલોનો નિર્ણય કરવામાં આવે છે, જેનાથી રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ ક્રમે છે. અત્યાર સુધીમાં 1.40 લાખથી વધુ અપીલોનો નિકાલ થયો છે.આયોગે RTIની તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરી છે અને વેબસાઇટને પણ નવીનીકૃત કરી છે.

Gujarati

9 ઓક્ટોબર 2025ના રોજ ગણપત યુનિવર્સિટી,મહેસાણા ખાતે “ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર” પર સેમિનાર યોજાશે

આ સેમિનાર 9 ઓક્ટોબર, 2025 ના રોજ બપોરે 2:30 થી 4:30 વાગ્યા સુધી ગણપત યુનિવર્સિટી, મહેસાણા ખાતે સેમિનાર હોલ નંબર 7માં યોજાશે. આ સેમિનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ના ભાગરૂપે છે, જે રાજ્યને રોકાણ અને ઉદ્યોગ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂળ પહેલ પર આધારિત છે.

Gujarati

ભારત-યુરોપિયન યુનિયન (EU) મુક્ત વેપાર કરાર (FTA)માટે બ્રસેલ્સમાં વાટાઘાટોનો શરૂ થશે નવો તબક્કો

આ પછી, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને તેમના EU સમકક્ષ મારોસ સેફકોવિક વચ્ચે દક્ષિણ આફ્રિકામાં G20 ટ્રેડ કમિશનર્સ સમિટની બાજુમાં એક વધુ બેઠક યોજાશે.

મુખ્ય પડકારો: બજાર પહોંચ અને ઉત્પત્તિના નિયમો

પ્રસ્તાવિત ભારત-EU FTAમાં 23 નીતિગત ક્ષેત્રો અથવા પ્રકરણોનો સમાવેશ થાય છે, જેમાંથી ઓછામાં ઓછા બે - 'બજાર પહોંચ (Market Access)' અને 'ઉત્પત્તિના નિયમો (Rules of Origin)' પર હજુ સુધી સહમતિ સધાઈ નથી.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસના 24 વર્ષ: 7થી 15 ઓક્ટોબર 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી

રાજ્યના વિકાસની આ વણથંભી યાત્રા અને સુશાસનની ગાથા જનજન સુધી પહોંચાડવા માટે 7થી 15 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં 'વિકાસ સપ્તાહ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી.

વિકાસ સપ્તાહ: મુખ્ય કાર્યક્રમોની ઝલક

તારીખ કાર્યક્રમનું સ્થળ / વિષય    મુખ્ય આકર્ષણ અને લાભ

Gujarati

એક નાનકડા વિચારથી ઔદ્યોગિક સામ્રાજ્ય સુધી:ઉત્તર ગુજરાતમાં યોજાનારી VGRC રજૂ કરશે વિકાસની બ્લૂપ્રિન્ટ,જે નિરમા ગ્રુપના સ્થાપક થકી પ્રેરિત

તેમનો જન્મ 1945માં ઉત્તર ગુજરાતના રૂપપુર ગામ ખાતે એક ખેડૂત પરિવારમાં થયો હતો. 

Gujarati

ગીર સોમનાથના વેરાવળમાં જર્જરિત મકાન ધરાશાયી, 3 લોકોના થયા મોત

દિનેશ તેની માતા અને પુત્રી સાથે બાઈક પર મકાનની નજીક ઉભો હતો ત્યારે મકાન ધરાશાયી થયું. ત્રણેય કાટમાળ નીચે દટાઈ ગયા હતા. દિનેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની માતા અને પુત્રીને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. 2 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Gujarati

જયપુર SMS હોસ્પિટલમાં આગ મામલે CMએ આપ્યા તપાસનાં આદેશ

સમિતિમાં અધિક નિયામક (હોસ્પિટલ વહીવટ, રાજસ્થાન મેસ) મુકેશ કુમાર મીણા, મુખ્ય ઈજનેર ચંદન સિંહ મીણા, મુખ્ય ઈજનેર અજય માથુર, અધિક આચાર્ય  ડૉ. આર.કે. જૈન અને મુખ્ય ફાયર ઓફિસરનો સમાવેશ થાય છે.

સમિતિને આગ લાગવાના કારણો, હોસ્પિટલ મેનેજમેન્ટની અગ્નિશામક વ્યવસ્થા, દર્દીઓની સલામતી અને સ્થળાંતર પ્રક્રિયાઓની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે ભલામણો કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. આદેશ અનુસાર, સમિતિ સ્થળનું નિરીક્ષણ કરશે અને રાજ્ય સરકારને વિગતવાર અહેવાલ સુપરત કરશે.

Gujarati

આરએસએસની શતાબ્દીએ પ્રધાનમંત્રી મોદીએ સ્વયંસેવકોને બિરદાવ્યા, 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવનાથી કર્યું રાષ્ટ્રનિર્માણ

પ્રધાનમંત્રીએ એક વિસ્તૃત બ્લોગ પોસ્ટમાં લખ્યું, "સો વર્ષ પહેલાં વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ હતી. આ કોઈ બિલકુલ નવું નિર્માણ નહોતું, પરંતુ ભારતની સનાતન રાષ્ટ્રીય ચેતનાનું જ એક નવું સ્વરૂપ હતું, જે સમય-સમય પર પડકારોનો સામનો કરવા માટે પ્રગટ થતી રહી છે. આપણા સમયમાં સંઘ તે જ રાષ્ટ્રીય ચેતનાનું પ્રતીક છે. અમારી પેઢીના સ્વયંસેવકો માટે આ સૌભાગ્ય છે કે અમે સંઘની શતાબ્દી જોઈ રહ્યા છીએ." તેમણે સંઘના સંસ્થાપક ડો. કે.બી. હેડગેવારને નમન કર્યા અને તમામ સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી.

સંઘનો મંત્ર: 'વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
apply