આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ: PM મોદીએ ગુજરાતના નવસારીમાં લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના નવસારીમાં 'લખપતિ દીદી સંમેલન'માં હાજરી આપી હતી અને 10 લખપતિ દીદીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે પાંચ મહિલાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ લખપતિ દીદીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમનું કાર્ય દેશભરની હજારો મહિલાઓને પ્રેરણા આપી રહ્યું છે.