સાત વર્ષના બાળકની મોટા લોકોને શરમાવે તેવી સિદ્ધિ
હૈદરાબાદના સાત વર્ષના પર્વતારોહી સમન્યૂ પોથુરાજુએ આફ્રિકાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલિમાંજારો પર ચડીને તિરંગો લહેરાવ્યો છે. પોથુરાજુએ સાબિત કરી બતાવ્યું છે કે જો નાની ઉંમરમાં પણ કંઈક કરી બતાવવાની અદમ્ય ઈચ્છા હોય તો ગમે તેવી મોટી મુશ્કેલી છતાં સિદ્ધિ મેળવી શકાય છે.
એમ કહેવાય છે કે આફ્રિકાના તાંજાનિયાનો માઉન્ટ કિલિમાંજારો એવો પર્વત છે જ્યાં ઠંડીના કારણે ભલભલા ગભરાઈ જાય. પરંતુ માત્ર સાત વર્ષના પોથુરાજુએ આ પર્વત પર જીત મેળવીને દેશનું નામ ઉજાળ્યું છે. બે એપ્રિલે સમન્યુ પોથુરાજુએ પોતાના પ્રશિક્ષક સાથે સમુદ્ર તળથી 5,895 મીટર ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો હતો.