Skip to main content
Settings Settings for Dark

Live TV

X

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદહસ્તે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ડેરી ખાતે કેન્દ્રીય સહકાર મંત્રાલયના ડેલિગેશનની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સણાદર ડેરી ખાતે બનાસ રેડિયો સ્ટેશન, પોટેટો પ્લાન્ટ તથા આઇસક્રીમ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય પરામર્શ સમિતિના સભ્યઓ અને બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી હતી. 

કેન્દ્રીય મંત્રી અમિત શાહે શું કહ્યું?

Gujarati

ઇન્ડિગોની મોટા પાયે ફ્લાઇટ રદ: હજારો મુસાફરો મુશ્કેલીમાં, સરકારની કડક સૂચનાઓ

ઇન્ડિગો એરલાઇન્સના સંચાલનમાં શનિવારે પણ ભારે વિક્ષેપ પડ્યો હતો, જેના કારણે દેશભરના એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા હતા. મુંબઈ, ગુવાહાટી, હૈદરાબાદ અને દિલ્હી સહિત ઘણા મોટા એરપોર્ટ પર લાંબી કતારો, ભીડ અને અરાજકતાની સ્થિતિ સર્જાઈ હતી. ઇન્ડિગોએ શનિવાર સવાર સુધી દેશભરમાં 109 ફ્લાઇટ્સ રદ કરી હતી, જેમાં 51 આગમન અને 58 પ્રસ્થાન કરતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જેનાથી મુસાફરોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. દિલ્હી એરપોર્ટ સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું હતું, જ્યાં કુલ 106 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી હતી, જેમાં 54 પ્રસ્થાન અને 52 આગમન કરતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.

Gujarati

છાપરા ફૂડ પાર્કના લોન્ચ સાથે ગુજરાતે કૃષિ મૂલ્ય શૃંખલાને મજબૂત બનાવી

આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા અને નોંધપાત્ર રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે. GIDC ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના અને સંગઠન સુનિશ્ચિત કરવા જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, તાલીમ કેન્દ્રો, કલ્વર્ટ, ઓવરબ્રિજ જેવી આધુનિક ટેક્નોલોજીની સાથોસાથ ઉદ્યોગક્ષેત્રનું સુઘડ સંગમ આ ફૂડ પાર્ક દ્વારા સાકાર થવાનો છે.

Gujarati

સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદજીની 141મી જયંતી

ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 3જી ડિસેમ્બર-1884ના રોજ બિહારમાં થયો હતો. તેઓ વકીલાત કરતાં કરતાં સન 1907થી દેશભક્તિના રંગે રંગાયા હતા અને સન 1917થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. સન 1920 માં અસહકાર આંદોલન શરૂ થતાં ફકીરી વહોરી તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો.

Gujarati

પ્રધાનમંત્રી ઈ-ડ્રાઈવ યોજના હેઠળ 1634.62 કરોડની સબસિડીનું વિતરણ

ઈ-એમ્બ્યુલન્સ માટે માર્ગદર્શિકા સૂચિત કરવા માટે હિસ્સેદારો સાથે પરામર્શ કરવામાં આવ્યો છે.અન્ય શ્રેણીઓ સહિત ઈ-એમ્બ્યુલન્સ માટે આ યોજના 31-03-2028 સુધી લંબાવવામાં આવી છે. જોકે, ઈ-ટુ-વ્હીલર્સ અને ઈ-થ્રી-વ્હીલર્સ માટેની અંતિમ તારીખ 31-03-2026  સુધી રહેશે. ભારે ઉદ્યોગ રાજ્ય મંત્રી ભૂપતિરાજુ શ્રીનિવાસ વર્માએ મંગળવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.પ્રધાનમંત્રી ઈ-ડ્રાઈવ યોજના હેઠળ, ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (EVPCI) ની સ્થાપના માટે 2,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. 23 નવેમ્બર 2025 સુધીમાં EVPCI ની સ્થાપના માટે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.

Gujarati

ડિજિટલ ઇન્ડિયાને વેગ: નવેમ્બરમાં આધાર પ્રમાણીકરણ વ્યવહારો 2.31 અબજને પાર

આ વધારો દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના અસરકારક વિતરણમાં આધારની મુખ્ય ભૂમિકા દર્શાવે છે.નવેમ્બર 2025 માં 282.9 મિલિયન ફેસ ઓથેન્ટિકેશન વ્યવહારો પ્રક્રિયા કરવામાં આવ્યા હતા, જે નવેમ્બર 2024 ની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

Gujarati

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આતંકવાદી હુમલાની મોકડ્રીલ યોજાઈ

નેશનલ સિક્યોરિટી ગાર્ડ સાથે પોલીસ વિભાગ, આરોગ્ય, ફાયર સહિત વહીવટી તંત્રના સંબંધિત વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો સાથે યોજાયેલી આ મૉકડ્રીલમાં આતંકવાદી હુમલા સમયે સાવચેતીના પગલાં ચકાસવા અંગે બ્લેકઆઉટ સહિતના તમામ તબક્કાઓ આવરી લેવામાં આવ્યાં હતાં.

Gujarati

ભારત-માલદીવ્સ સંયુક્ત લશ્કરી કવાયત એકુવેરીન કેરળમાં શરૂ

કવાયતમાં ગઢવાલ રાઇફલ્સની બટાલિયન દ્વારા રજૂ કરાયેલ 45 જવાનોની ભારતીય સેનાની ટુકડી અને માલદીવ્સ રાષ્ટ્રીય સંરક્ષણ દળની સમાન તાકાતની માલદીવિયન ટુકડી ભાગ લઈ રહી છે.'એકુવેરીન' (Ekuverin) શબ્દનો અર્થ દિવેહી ભાષામાં "મિત્ર" થાય છે, જે બંને દેશો વચ્ચેની મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને લશ્કરી સહયોગના ઊંડા બંધનોને પ્રતિબિંબિત કરે છે."પડોશી પ્રથમ" નીતિ: 2009 થી બંને દેશોમાં વારાફરતી આયોજિત આ કવાયત ભારતની "પડોશી પ્રથમ" નીતિ અને મિત્ર દેશો સાથે કાયમી સંરક્ષણ ભાગીદારી બનાવવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.

Gujarati

ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા, શરૂઆતના કારોબારમાં દબાણ

સવારે 9:31 વાગ્યે, સેન્સેક્સ 168.66 પોઈન્ટ અથવા 0.20 ટકા ઘટીને 84,969.61 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 66.35 પોઈન્ટ અથવા 0.25 ટકા ઘટીને 25,965.85 પર ટ્રેડ કરી રહ્યો હતો.નિફ્ટી બેંક 147.40 પોઈન્ટ અથવા 0.25 ટકા ઘટીને 59,126.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 155.95 પોઈન્ટ અથવા 0.26 ટકા ઘટીને 60,754.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 29.80 પોઇન્ટ અથવા 0.17 ટકા ઘટીને 17,746.65 પર બંધ થયો હતો.

Gujarati

રાજ્યમાં પારો ગગડ્યો: કંડલા 10°C સાથે સૌથી ઠંડું, મોટાભાગના શહેરોમાં ઠંડીનો ચમકારો

રાજ્યના મોટા ભાગના શહેરોના લઘુત્તમ તાપમાનમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે.ગુજરાતમાં લઘુત્તમ તાપમાન કંડલા-10.0 ,દાહોદ-12.8 ,ડાંગ-13.1 ,ગાંધીનગર-15.5 ,વડોદરા -15.4,અમરેલી-15.4,અમદાવાદ-16.5,રાજકોટ-15.8 (2 ડિગ્રીનો ઘટાડો)હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, અને દીવ તથા દાદરા નગર અને હવેલી સંઘ પ્રદેશોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન સૂકું અને વાદળછાયું રહેશે.લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે સવારના અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધ્યું છે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply