Skip to main content
Settings Settings for Dark

Live TV

X

પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ સાથે ફોન પર કરી વાત

બંને નેતાઓએ આતંકવાદની સખત નિંદા કરી અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ પ્રત્યે તેમની શૂન્ય-સહિષ્ણુતા નીતિનો પુનરોચ્ચાર કર્યો. તેમણે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી.પ્રધાનમંત્રી મોદીએ ગાઝા શાંતિ યોજનાના વહેલા અમલીકરણ સહિત પ્રદેશમાં ન્યાયી અને સ્થાયી શાંતિ માટેના પ્રયાસો માટે ભારતના સમર્થનને પુનરોચ્ચાર કર્યો. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા.

Gujarati

ગુજરાત બન્યું દેશનું AI પાવરહાઉસ:રીજનલ AI ઈમ્પેક્ટ કોન્ફરન્સમાં ઐતિહાસિક જાહેરાતો

આ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી, ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ, વૈશ્વિક ટેક કંપનીઓ, IIT,ઉદ્યોગ જગતના નિષ્ણાતો તથા 100+ થી વધુ સ્ટાર્ટઅપ્સની હાજરી નોંધાઈ હતી.ગુજરાત સરકારે આજે અનેક પરિવર્તનકારી પહેલો જાહેર કરી, જે રાજ્યને AI ક્ષેત્રે રાષ્ટ્રીય નેતૃત્વ સ્થાને લઈ જશે.સરકારી વિભાગોમાં 'પ્લગ-એન્ડ-પ્લે' AI અપનાવવા માટે 6 મુખ્ય AI ટૂલ્સ ધરાવતા 'ગુજરાત AI Stack'ને લોન્ચ કરવામાં આવ્યો. આ ટૂલ્સ ગવર્નન્સને વધુ ઝડપી, ચોકસાઇયુક્ત અને નાગરિકલક્ષી બનાવશે.

Gujarati

GPCB દ્વારા 5.76 કરોડના ખર્ચે બે 'પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન' કાર્યરત

આ વાન હવા અને પાણીની ગુણવત્તાનું રિયલ-ટાઇમ વિશ્લેષણ કરીને પ્રદૂષણ નિયંત્રણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન (EDC) ફંડ હેઠળ ₹ 5.76 કરોડથી વધુના ખર્ચે ખરીદી.

ફાર્માસ્યુટિકલ, કેમિકલ, કાપડ અને ઓટોમોબાઇલ જેવા મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રોમાં પર્યાવરણીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવું.ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ (અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર વગેરે).દક્ષિણ અને મધ્ય ગુજરાત (વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વાપી વગેરે).આધુનિક વિશ્લેષણ ઉપકરણો, ડિટેક્ટર્સ, પોર્ટેબલ સાધનો અને રિયલ-ટાઇમ મોનિટરિંગ સ્ટેશનથી સજ્જ.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વીજ નિયમન પંચ-GERCના અધ્યક્ષ તરીકે પંકજ જોષીને શપથ લેવડાવ્યા

આ શપથ વિધિમાં ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, હાઇકોર્ટના નિવૃત જસ્ટિસ રાજેન્દ્ર  સરીન અને ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ  અવંતિકા સિંઘ અને  વીજ નિયમન પંચના સભ્યો સહિત વરિષ્ઠ સચિવો અને  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને પંકજ જોષીને GERCના અધ્યક્ષના હોદ્દાનો પદભાર સંભાળવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.  

Gujarati

શિયાળામાં ફ્લાઇટ કામગીરીની તૈયારીઓ માટે નાગરિક ઉડ્ડયન મંત્રીએ સમીક્ષા બેઠક યોજી

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર બેઠકના ફોટા પણ શેર કર્યા હતા.મંત્રાલયે જણાવ્યું હતું કે ધુમ્મસની ઋતુ માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવા આ બેઠક યોજાઈ હતી. મંત્રીએ તમામ હિસ્સેદારો વચ્ચે અસરકારક સંકલન સાથે શિયાળાની ઋતુ દરમિયાન સરળ અને સલામત કામગીરી સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.સમયસર સંદેશાવ્યવહાર ,મુસાફરોની સુવિધા શિયાળાની ઋતુ દરમિયાન ધુમ્મસની ઋતુ માટેની એકંદર તૈયારીઓની સંપૂર્ણ સમીક્ષા કરવા માટે ભવિષ્યમાં વધુ વ્યાપક બેઠકો યોજવા પર પણ સહમતિ આપવામાં આવી હતી.

Gujarati

'ફ્યુચરસ્કિલ્સ પ્રાઇમ' કાર્યક્રમથી 15.78 લાખથી વધુ ઉમેદવારોને મળ્યો કૌશલ્યનો લાભ

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જિતિન પ્રસાદ દ્વારા તાજેતરમાં લોકસભામાં આ માહિતી પૂરી પાડવામાં આવી હતી.ભારત સરકાર આઇટી ક્ષેત્રના વિકાસને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે, ખાસ કરીને નાના શહેરો અને નગરોમાં. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને સોફ્ટવેર ઉત્પાદનો માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે, જેનાથી સોફ્ટવેર ઉત્પાદનોની સ્થાનિક માંગ અને નિકાસમાં વધારો થાય.

Gujarati

સુરતના યુવાને રાત્રે પણ વીજળી ઉત્પન્ન કરતી હાઈબ્રિડ સોલર પેનલની કરી શોધ

તેમણે હાઈબ્રિડ સ્પ્રેક્ટ્રલ પેનલ બનાવી છે, જે દિવસ દરમિયાન સૂર્યના તડકાથી તેમજ રાત્રીના અંધારામાં પણ વીજળીનું ઉત્પાદન કરે છે.કોમિલની સોફ્ટ ડ્રિંક્સ બનાવવાની ફેક્ટરી છે. તેમણે પોતાની ફેક્ટરી પર સોલાર પેનલ લગાવવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની છત પર લગાવેલી સામાન્ય સોલાર પેનલ દ્વારા થતું વીજળીનું ઉત્પાદન તેમના વપરાશ કરતાં ઓછું પડતું હતું.આ સંજોગોમાં તેમને વિચાર આવ્યો કે શું સોલર પેનલથી રાત્રે પણ વીજળીનું ઉત્પાદન કરી શકાય કે નહીં? ત્યાર બાદ તેમણે ફેક્ટરી પર સંશોધન કરવાનું શરૂ કર્યું.આ સંશોધન માટે તેમણે થર્મો ઇલેક્ટ્રિક જનરેટર ભારત સહિત જર્મની, યુએસ અને સ્કોટલેન્ડથી મંગાવ્યા હતાં.

Gujarati

પ્રધાનમંત્રી મોદી 21 ડિસેમ્બરે આસામમાં બે મોટા પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

સીએમ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "પ્રધાનમંત્રીની મુલાકાત સફળ અને સુગમ રહે તે સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડવામાં આવી રહી નથી, કારણ કે તેઓ આસામને બે મોટી પહેલ - ગુવાહાટી એરપોર્ટ અને નામરૂપ એમોનિયા-યુરિયા પ્લાન્ટ ભેટ આપવા માટે તૈયાર છે."પ્રધાનમંત્રી મોદી 21 ડિસેમ્બરે નાહરકટિયાની મુલાકાત લેશે અને નામરૂપ ખાતર પ્લાન્ટ ખાતે એક નવી મોટી યુરિયા ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કરશે, જે પ્રોજેક્ટ પ્રદેશના ઔદ્યોગિક ઇકોસિસ્ટમ અને કૃષિ સહાયક પ્રણાલીઓને નોંધપાત્ર રીતે વેગ આપશે તેવી અપેક્ષા છે.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય

રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે આ વિકાસશીલ તાલુકાઓ પણ લાંબા અને ટૂંકા ગાળાના વિકાસ આયોજનથી ઝડપભેર સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે માનવ વિકાસ સૂચકાંકના 44 સામાજિક અને આર્થિક નિર્દેશાંકોના આધારે વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાની પરંપરા છે.

આ નવા વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 2 કરોડ તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો(ATVT)-વિકાસશીલ તાલુકા યોજના અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ; એમ સમગ્રતયા કુલ 3 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે.

Gujarati

ગુજરાતની 14 સરકારી હોસ્પિટલોમાં દર્દીના સગાં-સંબંધીઓ માટે વિશ્રામગૃહ બનાવાશે

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, સ્વજનોની સારવાર માટે દૂરના ગામો અને શહેરોમાંથી સરકારી જનરલ/સિવિલ હોસ્પિટલ ખાતે આવતા સગાં-સંબંધીઓ માટે રહેવા અને જમવાની સુવિધાઓ ધરાવતા વિશ્રામગૃહ તૈયાર કરાશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply