અઠવાડિયાના છેલ્લા દિવસે સેન્સેક્સમાં જોવા મળ્યો સામાન્ય વધારો
Live TV
-
એશિયન બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો તેમજ રૂપિયામાં આવેલી મજબૂતીને પરિણામે શેરબજારની મજબૂત શરૂઆત થઈ
અઠવાડિયાના છેલ્લા દિવસે બીએસઇ સેન્સેક્સ 196 પોઇન્ટ વધીને 35,457ની સપાટીએ બંધ થયો હતો.તો એનએસઇ નિફ્ટી પણ 65 પોઇન્ટના સામાન્ય વધારા સાથે 10,682ની સપાટીએ બંધ થયો હતો.એશિયન બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો તેમજ રૂપિયામાં આવેલી મજબૂતીને પરિણામે શેરબજારની મજબૂત શરૂઆત થઈ હતી.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.50 ટકાની મજબૂતી સાથે ફરી એક વાર દેશની સૌથી વધુ માર્કેટ વેલ્યૂ ધરાવતી કંપની બની છે તો જેટ એરવેઝના સ્ટોકમાં પણ મજબૂતી નોંધાઈ હતી.તો ફાર્મા અને આઇટી શેર પણ તેજીમાં જોવા મળ્યા હતા. જેને પરિણામે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.