અલંગ શિપિંગ યાર્ડનો વિકાસ થશે, રીસાયકલિંગ ઓફ શીપ બિલ -2019 ને મંજૂરી
Live TV
-
આ બીલ પાસ થવાથી વિશ્વભરના જહાજો અલંગ સહિત દેશના અન્ય રિસાઈકલીંગ યાર્ડમાં ભંગાવા માટે આવશે જેથી પ્લોટો પણ વિકસશે., અલંગના શીપ બ્રેકર્સમાં ખુશીનું મોજું
એશિયાના સૌથી મોટા શીપ બ્રેકિંગ યાર્ડ અલંગનો હોંગકોંગ કન્વેન્શનને અમલી બનાવતાં કેન્દ્રીય કેબિનેટે રીસાયકલિંગ ઓફ શીપ બિલ -2019 ને મંજૂરી આપી દીધી છે. બિલને કેબિનેટની મંજૂરી મળી જતાં અલંગના શીપ બ્રેકર્સમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. શીપ બેકર્સે આ પગલું લેવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાનો આભાર માન્યો હતો. હોંગકોંગ કન્વેન્શન રીસાયકલિંગ મથક પર સલામતી અને પર્યાવરણલક્ષી જાળવણી જરૂરી બની રહે છે. અલંગના 95 ટકા પ્લોટ કન્વેન્શન મુજબ આધુનિક મશીન્સ અને મુવેબલ ક્રેઈનથી સજ્જ થઈ ચૂક્યા છે.અલંગમાં અત્યારસુધી કાર્ગો-પેસેન્જર શીપ જ ભાંગવા આવતા હતા. કન્વેન્શનના અમલ શરૂ થતાં વોરશીપ અને રીસર્ચ વ્હીકલ પણ ભંગાણ માટે આવશે