સેન્સેક્સમાં 173 પોઈન્ટનો ઉછાળો, બેકિંગ સેક્ટરમાં વેચવાલી
Live TV
-
શેરમાર્કેમાં આગાલા દિવસના ઉછાળા બાદ આજે ઉછાળો નોંધાયો.સન ફાર્મા, ટાટા મોટર્સના શેરોની આગે કૂચના પગલે સેન્સેક્સ. પોઇન્ટ ઉછળ્યો.બેંકિંગ સેક્ટરમાં વેચવાલી નિકળી.
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેયરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. સેન્સેક્સ 135.75 અંકોની તેજી ખુલ્યો હતો જ્યારે નિફ્ટીની શરૂઆત પણ તેજી સાથે થઈ હતી. ગઈકાલનો દિવસ બજાર માટે ઘટાડાનો દિવસ રહ્યો હતો.
કારોબારી દરમિયાન યસ બેંક, ટીસીએસ, ટેક મહિન્દ્રા, પાવરગ્રિડ, ઈન્ફોસિસ, એક્સિસ બેંક, આઈટીસી અને ઈન્ડસઈન્ડ બેંકના શેયરો નુકશાનમાં જ્યારે સન ફાર્મા, ટાટા મોટર્સ, હિંદુસ્તાન યુનિલિવર, ઓનજીસી, એચડીએફસી, બજાજ ફાઈનાન્સ અને એસબીઆઈના શેયરો લાભમાં રહ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સ 173 અંક વધી 40 હજાર 413 અંકે જ્યારે નિફ્ટી 53 અંક વધી 11 હજાર 910 અંકે બંધ રહ્યો હતો.