આજે સેનસેક્સમાં પાંચસો અંકના સુધારો, પુષ્ય નક્ષત્રના કારણે બજારમાં સોના ચાંદીની ભારે માંગ
Live TV
-
વોલા ટાઇલ ટ્રેડના કારણે મહિનાના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો
વોલા ટાઇલ ટ્રેડના કારણે મહિનાના અંતિમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે સેનસેક્સમાં પાંચસો અંકના સુધારા સાથે 34442.05 અંક પર અને એકસો એઠ્ઠાસી અંકના સુધારા સાથે નિફ્ટી 10386.60 પર બંધ રહ્યો. આજના દિવસે ઈન્ફોસીસ યેશ બેંક વેદાંત અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોએ સારો વેપાર કર્યો હતો. તો બીજી તરફ આજે પુષ્ય નક્ષત્રના કારણે બજારમાં સોના ચાંદીની ભારે માંગ રહેતા ભાવમાં ઉછાળા જોવા મળ્યો હતો. જેમાં મુંબઈ ખાતે 24 કેરેટ દશ ગ્રામ સોનાનો ભાવ રૂ.33,350 અને એક કિલો ચાંદીનો ભાવ રૂ 41,200 રહ્યો છે.
આજે પુષ્ય નક્ષત્ર છે. જે સોના ચાંદીની ખરીદી માટે ઉત્તમ ગણાય છે અરવલ્લી ખાતે મોટા પ્રમાણમાં લોકોએ આજના દિવસે મોટા પ્રમાણમાં સોના ચાંદીની ખરીદી કરી હતી. વેપારી સમુહના લોકો પણ આજના દિવસે ચોપડા પૂજન માટે ચોપડા ખરીદતા હોય છે. તો બીજી તરફ સુરત ખાતે પુષ્ય નક્ષત્ર નિમિત્તે દિવસભર સોના ચાંદીનું ધૂમ વેચાણ થયું હતું. સામાન્ય રીતે લોકો લગ્ન સમયની ખરીદી આજના દિવસથી કરતા હોય છે. માલવ્ય યોગ અને દશ વર્ષ પછી બુધવારના દિવસે આવતા યોગના કારણે સવાર થી જ ઝવેરીઓનાં ત્યાં ખરીદારોની ભીડ જામી હતી.