ભારતમાં વેપાર સરળ, વિશ્વબેંકના રિપોર્ટમાં ભારતની હરણફાળ
Live TV
-
ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં આ વર્ષે ભારત 77 મા ક્રમે
ભારતમાં વેપાર કરવો સરળ બન્યો છે. વિશ્વ બેન્કે જાહેર કરેલ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં આ વર્ષે ભારત 77 મા ક્રમે પહોંચ્યું છે. આ વર્ષે ભારતે રેન્કિંગમાં 23 ક્રમની છલાંગ લગાવી છે. સરકારે આ ક્રમમાં ભારતને ટોપ 50 મા લાવવાનું લક્ષ્ય રાખ્યું છે. દુનિયાભરમાં 189 દેશોની યાદીમાં ભારતે છ માનક આંકનો સુધારો કર્યો છે. વિશ્વ બેન્કના રેન્કિંગ અનુસાર બે વર્ષમાં આ રેન્કિંગમાં ભારતને 53 અંકનો ઉછાળો મળ્યો છે. જ્યારે ચાર વર્ષમાં 65 આંકનો ઉછાળ આવ્યો છે. દક્ષિણ એશિયાના દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે. જ્યારે અગાઉના રેન્કિંગમાં ભારત છઠ્ઠા ક્રમે હતું. જ્યારે બ્રિક્સ દેશમાં ભારત ટોચના ક્રમે છે. આ અગાઉ ભારત પાંચમાં ક્રમે હતું. દરમિયાન ઇઝ ઓફ ડૂઇંગમાં ભારતના શાનદાર રેન્કિંગને ચારે તરફથી શુભેચ્છા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની આ રેન્કિંગ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આર્થિક સુધારા માટે સરકાર પોતાના નિશ્ચય ઉપર કાયમ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આ સફળતાથી ઉદ્યોગ, રોકાણ અને અવસરોમાં વધારો થશે