કેબિનેટમાં ખેડૂતો માટે નિર્ણય, તુવેરની પણ ટેકાના ભાવે થશે ખરીદી
Live TV
-
ગુજરાત કેબિનેટમાં આજે ખેડૂતોને લઈને વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યનાં 101 માર્કેટયાર્ડ સેન્ટર પરથી આગામી 15 જાન્યુઆરીથી 5,675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવશે.
આ અંગે રાજ્યનાં અન્ન અને પૂરવઠાં મંત્રી જયેશ રાદડિયાએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતો પાસેથી 2 લાખ 27 હજાર મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે અને 80 ટકાની વધુ રકમની ખેડૂતોને ચુકવણી પણ કરી દેવામાં આવી છે.
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આગામી 31 જાન્યુઆરી સુધીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ સિવાય ડાંગર, મકાઈ, બાજરી અને મગની ટેકાના ભાવે ખરીદી ચાલુ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.