મુખ્યમંત્રીએ રાજ્યમાં વેપાર-વ્યવસાયકારોને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા કરી
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ- ગુમાસ્તા ધારા અન્વયેના એકમો માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અભિગમ અપનાવતાં એક મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં વેપાર-વ્યવસાયકારોને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની સરળતા કરી આપીને લાયસન્સ પ્રથા દૂર કરવાનો જે અભિગમ અપનાવેલો છે તેમાં પેટ્રોલ પંપ ધારકોને લાયસન્સ રિન્યુઅલમાંથી મુકિતના નિર્ણય બાદ આ વધુ એક સૈધ્ધાંતિક નિર્ણય તેમણે કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોંધાયેલા વિવિધ એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી રિન્યુઅલ કરવાને બદલે વન ટાઇમ ફી ભરીને પરવાનગી ચાલુ રાખી શકવાની સરળતા થઇ છે.
ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવતા આ સૈધ્ધાંતિક નિર્ણય અનુસાર હવેથી જે વન ટાઇમ ફી ના ધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં 10 કરતાં વધુ કર્મચારીઓ ધરાવતાં વાણિજ્યીક એકમ માટે રૂ. 500, 10 કરતાં ઓછા કર્મચારીઓ હોય તેવા એકમો માટે રૂ. 250, 10 કે તેથી વધુ કામદારો-કારીગરો ધરાવતી દુકાનો માટે વન ટાઇમ ફી રૂ. 500 તથા 10 થી ઓછી કામદાર-કારીગર સંખ્યા ધરાવતી દુકાનો માટે રૂ. 250ની ફી રાખવાનું સૂચવાયું છે.