ગૃહિણીઓને નવા વર્ષની ભેટ, LPG સિલિન્ડરની કિંમતમાં થયો ઘટાડો
Live TV
-
ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાને નવા વર્ષમાં ભેટ આપી છે. કંપનીએ સબસિડી વગરના અને સબસિડીવાળા એલપીજી ગેસની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 120 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો કર્યો છે.
જ્યારે સબસિડી વાળા એલપીજી સિલિન્ડરમાં પાંચ રૂપિયા 91 પૈસાનો ઘટાડો કર્યો છે. સિલિન્ડરની આ નવી કિંમત આજથી લાગુ થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત ઘટતા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ડોલરની સામે રૂપિયો મજબૂત બનતા રાંધણ ગેસની કિંમત ઘટી છે.