ગુજરાતના વિદ્યાર્થીઓને જીએસટીના પાઠ ભણાવવામાં આવશે
Live TV
-
ગુજરાતના વિદ્યાર્થીઓને જીએસટીના પાઠ ભણાવવામાં આવશે. દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય બનશે જે જીએસટીના કાયદાને અભ્યાસક્રમમાં સમાવેશ કરશે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના કાયદાને રાજ્યની માધ્યમિક શાળાના ધોરણ 11 અને 12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અભ્યાસ ક્રમમાં એક વિષય તરીકે સમાવેશ કરવામાં આવશે. આ વિષયના પુસ્તકોનું છાપકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સાથે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળને સૂચન પણ કરવામાં આવ્યું હતું. જેને ધ્યાને રાખતા પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યા હતો.