ગાંધીનગરમાં 11 થી 13 ઓકટોબર દરમ્યાન વાઇબ્રન્ટ સ્ટાર્ટ અપ ટેકનોલોજી સમિટ યોજાશે
Live TV
-
આ સ્ટાર્ટઅપ ટેકનોલોજી સમિટમાં 500 રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ જોડાશે
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટ સમિટ 2019 ના ભાગ રૂપે ગાંધીનગરમાં 11 થી 13 ઓકટોબર દરમ્યાન વાઇબ્રન્ટ સ્ટાર્ટ અપ ટેકનોલોજી સમિટ યોજાશે. આ સ્ટાર્ટઅપ ટેકનોલોજી સમિટમાં 500 રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ જોડાશે અને સ્ટાર્ટ અપને 3 કરોડ સુધીનાં ઇનામ અપાશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ બાદ ગુજરાત, અને દેશના સ્ટાર્ટ અપ ક્ષેત્રે થયેલ ક્રાંતિ અને ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માંટે ગાંધીનગર હેલી પેડ ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ એન્ડ ટેકનોલોજી સમિટ યોજાશે. આ સમિટમાં 600થી વધુ પ્રદર્શનાર્થીઓ અને 40 હજારથી વધુ વિશ્વભર માંથી મુલાકાતીઓ જોડાશે. આ સ્ટાર્ટ અપ સમિટમાં 40 વેશ્વિક આગેવાનો દ્વારા આ ઇવેન્ટને સંબોધવામાં આવશે.