બેંક તથા મેટલ શેરમાં ઘટાડાને કારણે સેન્સેક્સ અને નિફટીનો આંક ગગડયો
Live TV
-
સેન્સેક્સ 146 અંક ગગડીને 36,373ની સપાટીએ જ્યારે N.S.E. નિફટી પણ 27 અંક ઘટીને 10,980ની સપાટીએ બંધ
બેંક તથા મેટલ શેરમાં ઘટાડાને પગલે B.S.E. સેન્સેક્સ 146 અંક ગગડીને 36,373ની સપાટીએ બંધ થયો હતો. જ્યારે 50 શેર આધારિત N.S.E. નિફટી પણ 27 અંક ઘટીને 10,980ની સપાટીએ લાલ નિશાનમાં બંધ થયો હતો. તો ડોલરની સરખામણીએ રૂપિયા ની શરૂઆત 3 પૈસાની મજબૂતી સાથે થઈ હતી. રૂપિયો ડોલર ની સરખામણી એ ,68. 42 પ્રતિ ડોલરની સપાટીએ ખૂલ્યો હતો. મંગળવારે બજાર બંધ થતા રૂપિયો 12 પૈસા મજબૂત થઇને 68.45 પ્રતિ ડોલરે બંધ થયો હતો.