PM મોદીના હસ્તે વિશ્વની સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદઘાટન
Live TV
-
70 હજારથી વધુ લોકોને મળશે રોજગારીના અવસર
દુનિયાની સૌથી મોટી મોબાઈલ ફેકટરીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શુભારંભ કરાવ્યો છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જે-ઈનની ઉપસ્થિતિમાં સેમસંગ મોબાઈલ કંપનીની ફેકટરીનો દિલ્હીના નોઈડા ખાતે દબદબાપૂર્ણ કાર્યક્રમમાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સેમસંગ કંપનીના સીઈઓ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સમેત બંને દેશના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ ફેકટરીમાં દક્ષિણ કોરિયા ભારતમાં પાંચ હજાર કરોડનું રોકાણ કરશે. આના દ્વારા ચાર લાખ લોકોને રોજગાર મળશે.
જે ભારતમાં મેઈક ઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા ને વધુ વેગ આપશે. કુલ ઉત્પાદનના 30 ટકા મોબાઈલ વિશ્વ સ્તરે નિકાસ કરવામાં આવશે. જેના કારણે ભારતની પ્રતિભા અને કૌશલ્યને વિશ્વ સ્તરે નામના મળશે. આજનો આ પ્રસંગે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.