દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાનું મર્જર ચાલુ નાણાકિય વર્ષમાં પુર્ણ કરાશે
Live TV
-
સીઈઓ કરનામ શેખરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પણ આ ત્રણેય બેંકોના મર્જરને મંજુરી આપી છે. ત્યારે આ દિશામાં ઝડપી પ્રક્રિયા ચાલતી હોવાનો નિર્દેશ પણ આપ્યો હતો
જાહેર ક્ષેત્રની ત્રણ બેંકો દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાએ મર્જરની જાહેરાત કરી છે. આ ત્રણેય બેંકોનું મર્જર ચાલુ નાણાકિય વર્ષના અંત સુધીમાં સંપન્ન થશે તેમ દેના બેંકના એમ.ડી. તથા સીઈઓ કરનામ શેખરે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારે પણ આ ત્રણેય બેંકોના મર્જરને મંજુરી આપી છે. ત્યારે આ દિશામાં ઝડપી પ્રક્રિયા ચાલતી હોવાનો નિર્દેશ પણ આપ્યો હતો. જેના અનુસંધાને ત્રણેય બેંકના બોર્ડની કમિટીમાં પ્રક્રિયાને ઝડપી બનાવવા દર સપ્તાહે બેઠક મળી રહી છે. દેના બેંક માર્ચ સુધીમાં બેંકનું એન.પી.એ. ઘટાડીને દસ હજાર કરોડથી નીચે લાવવામાં પણ પ્રયાસ કરશે.